Mahavir Swami Jivan charitra gujarati

Mahavir Swami Jivan charitra

મહાવીરના તત્વ ચિંતન અનુસાર આઠ મૂળભૂત સિદ્ધાંત છે. – ત્રણ આધ્યત્મીક અને પાંચ નૈતિક. જેનો ઉદ્દેશ્ય જીવન સ્તરની ઉન્નતી છે.
મહાવીરે શીખવાડ્યું કે અનંત કાળથી દરેક જીવ (આત્મા) તેણે કરેલા સારા અને ખરાબ કાર્યને પરિણામે તે કાર્મિક અણુઓ દ્વારા બંધાયેલો છે.ક્રમો દ્વારા થયેલી ભ્રમણાને પરિણામે જીવને ભૈતિક દુનિયાની સુખ સમૃદ્ધિની હંગામી સામગ્રીમાં સુખ દેખાય છે. જેને પરિણામે જીવમાં સ્વાર્થ સભર હિંસક વિચાર સરણી અને કાર્યો કરે છે. આગળ જતાં તેને કારણે ક્રોધ, નફરત, લાલચ અને અન્ય દુર્ગુણો વિકસે છે. આને કારણે આગળ જતાં વધુ કર્મો બંધાય છે.


આત્માની મુક્તિ માટે મહાવીરે ચાર વસ્તુ જરુરી ગણાવી હતી, સમ્યક દર્શન (સાચો વિશ્વાસ) , સમ્યક જ્ઞાન (સાચું જ્ઞાન), સમ્યક ચરિત્ર (સાચી વર્તણૂક). જૈનત્વની સાચી વર્તણૂક સમ્યક ચરિત્રનું ના હાર્દમાં પાંચ મહાવ્રતો રહેલા છે:

• અહિંસા – કોઈ પણ સજીવને કાંઈ પણ હાનિ ન પહોંચાડવી;

• સત્ય – હમેંશા સત્ય બોલવું;

• અસ્તેય – અયોગ્ય રીતે દેવાયલું કાંઈ ન લેવું;

• બ્રહ્મચર્ય – મૈથુનીક આનંદ પ્રમોદથી દૂર રહેવું;

• અપરિગ્રહ – ભૈતિક સામગ્રીઓના સંગ્રહથી પરહેજી.

Mahavir jivan charitra


અનેકાંતવાદ અને સ્યાદવાદના સિદ્ધાંતને અપનાવ્યા સિવાય આ નિયમોને પૂર્ણ રીતે પાળી શકાતાં નથી. સાધુ અને સાધ્વીજીઓ ને કઠોરતા પૂર્વક આ નિયમો પાળવાના હોય છે જ્યારે અન્ય લોકો માટે તે શક્ય તેટલા પાળવાના હોય છે.


મહાવીરે શીખવ્યું કે આધ્યાત્મીક દ્રષ્ટીએ પુરુષો અને સ્ત્રીઓ એક સમાન હોય છે અને બંને મોક્ષ મકે મુક્તિ ની શોધમાં સંસાર ત્યાગી આત્મીક આનંદની પ્રાપ્તિમાં નીકળી શકે છે.
મહાવીર દ્વારા જીવનના દરેક સ્તરના લોકો આકર્ષિત થયાં હતાં; અમીર – ગરીબ, સ્ત્રીઓ – પુરુષો, છૂત- અછૂત. તેમણે તેમના અનુયાયીઓને ચાર જૂથમાં વર્ગીકૃત કર્યાં.
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ ગોઠવણ ચતુર્વિધ સંધ તરીકે ઓળખાય છે.

પાનસરામાં રચાયેલી પાવાપુરી મંદિરની પ્રતિકૃતિ. મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યાં.

ભિક્ષા ગ્રહણ કરતાં મહાવીરનું ચિત્ર.


મહાવીર સ્વામીની દેશનાને ગણધર તરીકે તેમના તેમના શિષ્યોએ સૂત્રમાં ગૂંથીને શ્રાવ્ય જ્ઞાન રૂપે સાચવ્યું.

સમય વીતતો ગયો તેમ ઘણાં આગમ સૂત્રિ ભૂલાતાં ગયાં અને નામશેષ થયાં કે બદલાઈ ગયાં.

મહાવીરના નિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી આ આગમ સૂત્રોને પાંડુ લિપી પર લેખિત કરાયાં.

શ્વેતાંબર જૈનો આને મૂળભૂત શિક્ષા તરીકે અપનાવે છે જ્યારે દિગંબરો આને સંદર્ભ તરીકે માને છે.


મહાવીરના સમય પહેલાં પણ જૈનત્વનું અસ્તિત્વ હતું અને તેમની શિક્ષા તેમના પૂરોગામી અનુસાર જ હતી. આમ મહાવીર એક વિહરમાન ધર્મના પરિવર્તક કે ઉદ્ધારક કે પ્રસારક હતાં.

તેમણે આગલા તીર્થંકર પાર્શ્વનાથના ચીલાને આગળ ચલાવ્યો.જો કે મહાવીરે તેમના સમ્યમાં પ્રચલિત સમાજ વ્યવસ્થા અનુસાર આધ્યાત્મના નિયમો રચ્યાં.


મહાવીર નિર્વાણ પછી જૈન સંઘવધુ અને વધુ જટિલ બનવા લાગ્યો. નાના મુદ્દે મતભેદો પડવા લાગ્યાં જોકે .મહાવીરની મૂળભૂત સીખમાં કાંઈ ફરક ન હતો. પાઘળની પેઢીઓમાં ક્રિયા કાંડો આદિ પ્રવેશ્યાં .